WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Thursday, February 24, 2022

ગુજરાતના ગૌરવવંતા અલબેલા ગુજરાતી ચલચિત્રોના ચરિત્ર અભિનેતા ફિરોજ ઈનારીને ગુજરાત નૃત્ય નાટક અકાદમી ના ચેરમેન બનાવવા અમદાવાદ સહિત ગુજરાતના કલાકારો ની ઉગ્ર માંગ.

 


ગુજરાતના ગૌરવવંતા અલબેલા ગુજરાતી ચલચિત્રોના ચરિત્ર અભિનેતા ફિરોજ ઈનારીને ગુજરાત નૃત્ય નાટક અકાદમી ના ચેરમેન બનાવવા અમદાવાદ સહિત ગુજરાતના કલાકારો ની ઉગ્ર માંગ.

  બાળ કલાકાર થી લઈને આજ સુધીમાં ૫૬૦ ગુજરાતી હિન્દી ફિલ્મો અને સિરિયલોમાં કામ કરી લોકચાહના મેળવી છે.


 *ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા* 

અરૂણોદય ન્યૂઝ.

ગુજરાતના ગૌરવવંતા અલબેલા અને ગુજરાતી ચલ ચિત્રોના ચરિત્ર અભિનેતા ફિરોજ ઈરાની ની ગુજરાત નૃત્ય નાટક અકાદમીના ચેરમેન પદે નિમણૂક કરવા અમદાવાદ સહિત ગુજરાતના કલાકારો ની ઉગ્ર માંગ ઉઠવા પામી છે.

    પ્રાપ્ત આધારભૂત માહિતી અનુસાર ગુજરાતની ફિલ્મોમાં લોક ચાહના મેળવનાર કલાકાર ફિરોજ ઈરાની ૧૯૬૭ થી આજ સુધી ગુજરાતની હિન્દી ફિલ્મો માં કામ કરીને લોકચાહના મેળવી છે ૮ વર્ષની ઉંમરે તેમના પિતાની નાટક કંપની માં બાળ કલાકાર તરીકે સૌપ્રથમ" છોરુક છોરું" નાટકમાં કામ કરી કલા જગતમાં પ્રવેશ કર્યો હતો તેમના અભિનયના કારણે તેમ ની લોકો ચાહના દિનપ્રતિદિન ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં ઉભરાઇ આવી હતી ૧૯૫૭ માં પોતાના પિતાની નાટક મંડળીમાં બાળ કલાકાર થી લઇ આજ સુધીના તેમના અભિનયની ગુજરાતની રાજ્ય સરકારોને નોંધ લેવી પડી છે અને અત્યાર સુધીમાં રાજ્ય સરકાર દ્વારા ૧૪ એવોર્ડ ફિરોજ ઈરાની ને આપી તેમની

કલાકારની ભૂમિકા ની કદર કરી સન્માનિત કરવામાં આવ્યા છે સતત ૫૩ વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી સહિત ૫૬૦ ફિલ્મોમાં કામ કર્યું છે.

 ગુજરાતના ગૌરવવંતા અલબેલા કલાકાર ફિરોજ ઈરાની એ સને ૨૦૦૫ માં ચાલબાજ ફિલ્મમાં પરેશ રાવલ સાથે કામ કર્યું હતું ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં સંત ૧૯૬૭ માં" ગુજરાતણ" અને પછી" હા હું પટેલ છું" રીલીજ થઈ  તથા" અડકો દડકો" અને "સરદાર પટેલ "ફીલ્મો પુરી કરી  અત્યાર સુધીમાં ૪૮ હિન્દી ફિલ્મોમાં સફળતા પૂર્વક અભિનય કરી લોકચાહના મેળવી છે હિન્દી ગુજરાતી ફિલ્મો ઉપરાંત ટીવી સિરિયલોમાં પણ કામ કરી ફિરોજ ઈરાની ની ગુજરાતના શહેરો ગામોમાં તેમની કલાકારી અને અદાકારી થી લોકચાહના મેળવી ઉભરાય આવ્યા છે. જી ટીવી પર આવતી "ધરા ના અકબર બીરબલ " તથા" બા બહુ બેબી"  તેમજ (સ્ટાર પ્લસ પર)  બુરેજની હમ ભલેભી હમ"  પણ સિરિયલમાં કામ કર્યું હતું બોલીવૂડમાં પહેલી હિન્દી ફિલ્મમાં સન ૧૯૭૧માં ધર્મેન્દ્ર સાથે" દો ચહેરે" અને પછી ખુન પસીના માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું હિન્દી ફિલ્મ નફરત આધી માં ધર્મેન્દ્ર જીતેન્દ્ર અને નાસરુદિન શાહ  નાના પાટેકર વિવેક ઓબેરોય જયાપ્રદા આદિત્ય પંચોલી અને અક્ષય કુમાર જેવા હિન્દી ફિલ્મના ઉપર આવી લોકચાહના મેળવેલ કલાકારો સાથે ફિરોઝ ઈરાની એ કામ કર્યું છે આ થઈ હિન્દી ફિલ્મ અને સિરિયલો ની વાત

     ગુજરાતી કલાકારો ફિરોજ ઈરાની એ ગુજરાતના ગુજરાતી ફિલ્મ કલાકારો ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી ,અસરાની ,નરેશ કનોડિયા, હિતેન કુમાર, મનોજ જોશી ,રાજીવ ,કિરણ કુમાર, સિદ્ધાર્થ રાંદેરીયા, જેવા કલાકારો સાથે કામ કરી ગુજરાતી ફિલ્મોમાં ઉભરાય આવ્યા છે. હાલમાં હિન્દી વેલ સીરીયલ ફાડુ સોની લાઈવ માટે પૂરી કરી છે મહત્વ ની વાત એ છે કે રાજ્ય સરકાર દ્વારા સન ૨૦૧૮ માં દાદા સાહેબ બાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ફિરોજભાઈ ઈરાની ની બહોળી લોકચાહના મેળવ્યા છતાં ગુજરાતના આ કલાકારે ગુજરાતને છોડ્યો નથી અમદાવાદમાં જજીસ બંગલા માં એક ઘર પણ મજાનું ધરાવે છે અને સન ૨૦૦૩થી ભારતીય જનતા પાર્ટીના પ્રચારક તરીકે કામ કરે છે હજુ પણ પાર્ટી આદેશ કરે તેમ આવનારી ચૂંટણી માટે પ્રચાર કરવાની ઈચ્છા પણ જાહેર કરી છે.

  ગુજરાતના ગૌરવવંતા અનુભવી કલાકાર ફિરોઝ ઈરાની ને ગુજરાતના નૃત્ય નાટક અકાદમીના ચેરમેન પદે નિમણૂક કરાઈ તેવી માંગણી અમદાવાદ અને ગુજરાતના કલાકારો એ ઉગ્ર માગણી કરી છે.




 *ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા*

1 comment:

  1. Casino & Resort Casinos - Mapyro
    Find Casinos 경주 출장안마 Near You 동두천 출장샵 in Las 밀양 출장마사지 Vegas, NV. Nearby: The Casino, Resort, and Casino. From 동해 출장마사지 $40 a night, 경주 출장샵 it's worth checking out the Casino, Resort & Spa's

    ReplyDelete

Total Pageviews